Bal Shibir 2023
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે વેકેશન દરમિયાન બાળકોને સ્વયંસેવકો સાથે સમૂહ જીવન ખીલવવાની તક મળે, નવું નવું જાણવાની જિજ્ઞાસા થાય અને સંતોષાય તે હેતુથી શિક્ષણ સાથે સંસ્કાર સભર બાલ શિબિર 2023 શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી. આ શિબિરમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાસ્ત્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી સર્વમંગલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના યુવાન સંચાલકો આ સત્સંગ બાળશિબિરની તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
શિબિર નો પ્રારંભ 13 મે 2023 શનિવાર સાંજે 6 વાગ્યાથી થશે.
શિબિરમાં ધોરણ ૫ થી ૧૦ (વય ૧૦ થી ૧૬ વર્ષ) ના બાળકો જ ભાગ લઇ શકશે. (આ વર્ષની શિબિર માત્ર છોકરાઓ માટે જ રાખેલ છે.)
નિયમિત બાલ વિકાસ કેન્દ્રના સભ્યોને પહેલો લાભ મળશે.
બાલ શિબિરના રજિસ્ટ્રેજન માટે નીચે આપેલા આપના વિસ્તારના સંચાલકનો સંપર્ક કરી ફોર્મ ભરાવવાનું રહેશે.
શિબિરાર્થીના આવાસ, નિવાસ વગેરે ખર્ચ પેટે રૂ. 1000/- સંચાલકોને જમા કરાવવાના રહેશે.
શિબિરાર્થીએ તા. 13-05-2023ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં SGVP પહોંચવાનું રહેશે, તેમજ ફી ભર્યાની પહોંચ સાથે લાવવાની રહેશે.
વાલીઓએ તા. 16-05-2023ના રોજ સાંજે 05:00 કલાકે બાલશિબિરના સમાપન સમારોહમાં હાજરી આપવાની રહેશે.
સંજોગોવશાત્ શિબિરાર્થી ભાગ ન લઈ શકે તો ફી ટ્રસ્ટમાં જમા થઈ હોવાથી પરત આપી શકાશે નહીં.
શિબિરાર્થી માટેની સુચના : -
શિબિરાર્થીએ કપડા, ઓઢવાની ચાદર, ટુવાલ, ટૂથપેસ્ટ, બ્રશ, બરમૂડો વગેરે ઉપયોગી સામગ્રી સાથે લાવવી.
શિબિરાર્થીએ સફેદ ટી-શર્ટ અને નોટ-પેન સાથે લાવવા જરુરી છે.
શિબિરાર્થી બાળકોએ પૂજા, પૂજાની શાલ, ધોતી સાથે લાવવા. સામગ્રી ન હોય તો ખરીદવાની રહેશે.
શિબિરાર્થીએ કોઈ પણ કારણોસર મોબાઈલ, ગેમ્સ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો, કિંમતી વસ્તુઓ તેમજ વધારે રોકડ રકમ સાથે રાખવી નહીં.
શિબિરાર્થીએ શિબિર દરમિયાન SGVP કેમ્પસમાં જ રહેવાનું રહેશે તેમજ શિબિર દરમિયાન વાલીઓ રુબરુ તથા ફોન દ્વારા પોતાના બાળકનો સંપર્ક કરી શકશે નહીં. શિબિરાર્થી વ્યવસ્થાપકને જરુરિયાત જણાશે તો બાળક પાસે વાલીને ફોન કરાવવામાં આવશે.
શિબિર દરમિયાન કોઈ શિબિરાર્થી અશિસ્ત ભર્યું આચરણ કરશે તો તેમને વચ્ચેથી રજા આપવામાં આવશે.
ફોર્મ ભરવા માટે વિસ્તાર મુજબ સંચાલક નો સંપર્ક કરવો
મેમનગર (વસ્ત્રાપુર, ઘાટલોડિયા વગેરે ) :-
શિવમ ઠક્કર 8401409344; શુભમ પટેલ 9898457047
ઓગણજ :-
કુમનભાઈ ખૂંટ 9925022519
ગોતા :-
વિશાલભાઈ પટેલ 6354579416
બોપલ (શીલજ વગેરે) :-
પ્રશાંતભાઈ 9909960134
વસ્ત્રાલ (મણિનગર વગેરે) :-
અવિનાશ આહીર 7265048716
નિકોલ (નરોડા, બાપુનગર વગેરે) :-
યાંશુ પટેલ 9313329805; ગાર્લવ પોકીયા 9106959941;
જૈમિન વિરડીયા 7016726959
મોટેરા :-
દિપેનભાઈ 8000702804
ફોર્મ ગુરુકુલ ઓફિસમાંથી મળશે.