Games
૩૧) હરિકૃષ્ણ હાઉસી ગેમ
પદ્ધતિ:-
- આ ગેમ માં દરેક ખેલાડીને ૨૭ ખાના (9x3)ની ટિકિટ આપવામાં આવે છે. દરેક પાસે અનન્ય ટિકિટ હોય છે જેમ અમુક ખાન ભરેલા અને અમુક ખાલી હોય છે.
- નિરીક્ષક એક પછી એક નામ બોલે છે જો એ નામ ખેલાડીની ટિકિટ માં હોય તો તેને (નિશાની) ટીક માર્ક કરવાનું હોય છે.
- રમતમાં જીત મેળવવા માટે નિશાની કરેલા નામની ત્રણ માંથી કોઈપણ એક આડી હરોળ, ચાર ખૂણા, કે 3x3 ના ૩ માંથી કોઈ પણ એક બ્લોક અને બધા નામ (ફૂલ હાઉસી) પુરી થવી જોઈએ. આ રીતે કુલ ૯ વિજેતા બની શકે છે.
નિયમો:-
- ખેલાડી ને ટિકિટ ખરીદવાની હોય છે. અથવા વેહચી શકાય.
- જે ખેલાડી ૯ માંથી કોઈપણ એક ટાર્ગેટ પૂર્ણ કરે તો તેની ટિકિટ પછી લીડરે લઇ લેવાની હોય છે

