:: શિબિરાર્થી માટે સૂચના ::
બાલ શિબિરમાં ધો. ૫ થી ૧૨માં અભ્યાસ કરનારા બાળકો તેમજ બાલિકાઓ ભાગ લઈ શકશે.
શિબિરાર્થીએ તા. ૦૫-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં SGVP પહોંચવાનું રહેશે.
શિબિરાર્થીએ શિબિર દરમિયાન SGVP કેમ્પસમાં જ રહેવાનું રહેશે.
શિબિરાર્થીએ કપડા, ઓઢવાની ચાદર, ટુવાલ, ટૂથપેસ્ટ, બ્રશ વગેરે ઉપયોગી સામગ્રી સાથે લાવવી.
દરેક શિબિરાર્થી એ પોતાની સાથે એક સફેદ ટીશર્ટ લાવવું.
બાળકોએ પૂજા, પૂજાની શાલ, ધોતી, બરમૂડો, નોટ-પેન સાથે લાવવા. સામગ્રી ન હોય તો ખરીદવાની રહેશે.
બાલિકાએ પૂજા, કેપરી, નોટ-પેન સાથે લાવવા. સામગ્રી ન હોય તો ખરીદવાની રહેશે.
શિબિરમાં પ્રવેશ અંગે કોઈ પ્રકારનો ધાર્મિક ભેદભાવ નથી, પરંતુ દરેકે સમાન રીતે ધાર્મિક ક્રિયા કરવાની રહેશે.
શિબિરાર્થીએ કોઈ પણ કારણોસર મોબાઈલ, ગેમ્સ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો, કિંમતી વસ્તુઓ તેમજ વધારે રોકડ રકમ સાથે રાખવી નહીં. (જો ખ્યાલ આવશે તો જમા કરી લેવામાં આવશે.)
જો કોઇ શિબિરાર્થી શિબિરમાં અશિસ્ત ભર્યું આચરણ કરશે તો તેમને વચ્ચેથી રજા આપી દેવામાં આવશે.
શિબિર દરમિયાન વાલીઓએ રૂબરુ તથા ફોન દ્વારા પોતાના બાળકનો સંપર્ક કરી શકશે નહીં.
શિબિરાર્થી કે વ્યવસ્થાપકને જરૂરિયાત જણાશે તો બાળક પાસે વાલીને ફોન કરાવવામાં આવશે.
શિબિરમાં ચાલતી પ્રવૃત્તિથી આપને ટેલીગ્રામ દ્વારા માહિતગાર કરવામાં આવશે. જેના માટે વાલી પુરુષોએ સ્વામીજીનો નંબર અને વાલી બહેનોએ મહિલા મંડળનો મોબાઈલ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
વાલીઓએ તા.૧૧-૫-૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ તથા શિબિર પૂર્ણાહુતિમાં હાજરી આપવાની રહેશે, જેમાં બાળકો માતા-પિતાનું પૂજન કરશે.
શિબિરાર્થીના આવાસ, નિવાસ વગેરે ખર્ચ પેટે ₹2000 રહેશે.
સંજોગવશાત્ શિબિરાર્થી ભાગ ન લઈ શકે તો પણ ફી ટ્રસ્ટમાં જમા થઈ હોવાથી પરત આપી શકાશે નહીં.
વાલી ભાઇઓ માટે, પૂ. સર્વમંગલદાસજી સ્વામી : +919510354938
વાલી બહેનો માટે, મહિલા મંડળ : +919687615030