Course & Material

Prarthana - નમન હું કરું

નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને;

અરજ માહરી ઉરમાં ધરો, વિપત્તિ માહરી શ્રીહરિ હરો...૧

અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી;

કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્તના મણિ...૨

અમરના પતિ આશ તાહરી, રસિક રાખજો લાજ માહરી;

પ્રણતપાળ છો સર્વના પ્રભુ, દીનદયાળ છો વિશ્વના વિભુ...૩

વિમળ મૂરતિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો;

અધિક ત્રાસને તોડી નાંખજો, નારણદાસને પાસ રાખજો...૪


Naman hun karun vishvapāḷane, karagarī kahun bhaktibāḷane;

araj māharī uramān dharo, vipatti māharī shrīhari haro...1

Avar āsharo māhare nathī, sarva jāṇane shun kahun kathī;

kaṭhaṇ kāḷamān āp chho dhaṇī, sukhad shyāmaḷā muktanā maṇi...2

Amaranā pati āsh tāharī, rasik rākhajo lāj māharī;

praṇatapāḷ chho sarvanā prabhu, dīnadayāḷ chho vishvanā vibhu...3

Vimaḷ mūrati uramān vaso, najarathī prabhu dūr nā thasho;

adhik trāsane toḍī nānkhajo, nāraṇadāsane pās rākhajo...4

Prarthana - હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી,

સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી,

છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય મહા,

અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા,

છે સકળ વિભુતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

અવતાર લઇ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે,

નિજ ભક્ત કારણ રૂપ બહુબહુ ધારીને વિચરો તમે,

ઉત્થાપી મુળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

આ સમયમાં સામર્થ્ય રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ,

ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનઘન હરવા વિભુ,

સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,


He purna purushottam prabhu ! parabrahma jay sarvopari,

sukhakand sahajaanandaji kamaniya murti maadhuri,

chho vimal amrutadhaam vaasi saukhya raashi shrihari,

he bhaktajan pratipaal raakho sharanamaan karunaa kari,...1

he akhil vishvaadhaar tanu saakaar tejomay mahaa,

aganit brahmaando ude tav dhaam aksharamaan ahaa,

chho sakal vibhuti divya shakti aapamaanthi utari,

he bhaktajan pratipaal raakho sharanamaan karunaa kari,...2

avataar Iai avani vishe saddharmani glaani same,

nij bhakta kaaran rup bahubahu dhaarine vicharo tame,

utthaapi muI adharmanaa saddharma sthaapo chho fari,

he bhaktajan pratipaal raakho sharanamaan karunaa kari,...3

a samayamaan saamarthya rup gun pragat puma karyaa prabhu,

bhavamaan bhatakataa jivanun agnanaghan haravaa vibhu,

saddharma bhakti gnan ne vairaagyani vrushti kari,

he bhaktajan pratipaal raakho sharanamaan karunaa kari,...4 


BAL VIKAS KENDRA PAMPHLET

BVK phemplet final.pdf

-: ONLY FOR SANCHALAK USE :-

PDF-7692-BAL_SATSANG-1.pdf
PDF-7692-BAL_SATSANG-1.pdf
how to prepare course.pdf
bal charitra.pdf
BAL VIKAS KENDRA LIST.pdf
RULES.pdf
REGISTER.pdf
LIST OF BAL VIKAS KENDRA.pdf
SABHA 01 TO 20.pdf
SABHA 21 TO 40.pdf

Course Files